પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurved)ની દિવ્યા ફાર્મસી કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ઉત્તરાખંડ લાઈસન્સ ઓથોરિટીએ કંપનીની 15 પ્રોડક્ટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રોડક્ટોમાં દિવ્યા ફાર્મસીની સુગર, બ્લડપ્રેશર, ઊધરસ સહિત ઘણી ટેબલેટ સામેલ છે. ઓથોરિટીએ આ કાર્યવાહી ભ્રામક જાહેરાત મામલે કરી છે.