વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી અયોધ્યામાં રામલલા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ વધુ એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે વડાપ્રધાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમાં અનેક ફિલ્મી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.
મળતા અહેવાલો મુજબ આ વખતે અયોધ્યાના રામ મંદિરમાં ભવ્યાતિભવ્ય રામલીલા યોજવામાં આવશે, જેમાં ફિલ્મી હસ્તીઓ સહિત લોક કલાકારોનો જલવો જોવા મળશે. 42થી વધુ ફિલ્મી હસ્તીઓ રામલીલા ભજવતા જોવા મળશે. આ યાદીમાં ભાજપના સાંસદ મનોજ તિવારી સહિત લોક ગાયિકા માલિની અવસ્થી સહિત અનેક નામ સામેલ છે.