Paytmની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. RBIના પ્રતિબંધ બાદ Paytm પેમેન્ટ બેંક સતત ચર્ચામાં છે. હવે તાજેતરના કેસમાં કંપનીના ડિરેક્ટરે Paytm પેમેન્ટ બેંકમાંથી રાજીનામું આપી દીધું છે. જેની કંપની દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
સ્ટોક એક્સચેન્જમાં ફાઈલ કરાયેલી માહિતી અનુસાર, મંજુ અગ્રવાલ જે પેટીએમ પેમેન્ટ બેંકના ડિરેક્ટર હતા. તેમણે 1 ફેબ્રુઆરીએ બોર્ડને પોતાનું રાજીનામું આપી દીધુ હતું. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, એવું કહેવામાં આવ્યું હતું કે RBI દ્વારા પ્રતિબંધના કારણે મંજુ અગ્રવાલે રાજીનામું આપ્યું છે.