ઈસરોએ તેની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરવાની તૈયારી કરી લીધી છે. 29 જાન્યુઆરી, 2025ના રોજ સાંજે 6:23 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઈસરો તેના 100માં મિશનનું લોન્ચિંગ કરશે. GSLV-F15 રોકેટથી NVS-02 સેટેલાઈટનું લોન્ચિંગ કરાશે. મહત્વની વાત એ છે કે શ્રીહરિકોટા ઈસરોના અનેક મોટા મિશનોના લોન્ચિંગનું સાક્ષી બન્યું છે અને હવે તે સેન્ચ્યુરી લગાવવા જઈ રહ્યું છે.