લોરેન્સ બિશ્નોઈ ગેંગે દાવો કર્યો છે કે NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યામાં તેનો હાથ છે. આ કેસમાં પોલીસે પંજાબમાંથી અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. આમ આ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપી પર બાબા સિદ્દીકી અને સલમાન ખાનની જાસૂસી કરવાનો પણ આરોપ છે.