જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પક્ષ (પીડીપી)નાં પ્રમુખ મહેબૂબા મુફ્તિના ત્રિરંગો હાથમાં નહીં લેવાના નિવેદન સામે તેમના જ પક્ષમાંથી નારાજગી વ્યક્ત કરાઈ છે. વેદ મહાજન, ટીએસ બાજવા અને હુસૈન અલી વફાએ પીડીપીમાંથી રાજીનામાં આપ્યાં હતાં. જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમને ફરી લાગુ કરવાના પ્રયાસમાં પીડીપીના સાથી નેશનલ કોન્ફરન્સે પણ મુફ્તીને આ મામલે સાથ આપ્યો નથી.
મુફ્તીને લખવામાં આવેલા પત્રમાં મહાજન, બાજવા અને હુસૈને જણાવ્યું હતું કે, મુફ્તીની કેટલીક કામગીરી અને અનિચ્છનીય નિવેદનોના કારણે તેઓ ખૂબ જ અસહજ અનુભવે છે અને તેમની દેશભક્તિની ભાવનાને ઠેસ પહોંચી છે. આવી સ્થિતિમાં પક્ષમાં રહેવું તેમના માટે મુશ્કેલ હોવાથી તેઓ પક્ષમાંથી રાજીનામાં આપી રહ્યા છે.