મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં અગાઉ જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 29 શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ (Corona Curfew) રહેશે. આ 36 શહેરોમાં તા. 6 મે-2021 ગુરૂવારથી તા. 12મી મે-2021 બુધવાર સુધી આ રાત્રી કરફયુના અમલ સહિત વધારાના નિયંત્રણો મૂકવાનો મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.