રાજકોટ અને જામનગરમાં મનપા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટે પ્રથમ સંકલનની બેઠક મળી હતી. જેમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મનપાના નવા મેયર તરીકે પ્રદીપ ડવ અને ડેપ્યૂટી મેયર તરીકે દર્શીતા શાહની પસંદગી કરવામાં આવી છે. તો બીજી તરફ જામનગરમાં મેયર તરીકે બીનાબહેન કોઠારી અને ડેપ્યૂટી મેયર તરીકે તપન પરમારની પસંદગી કરવામાં આવી છે.