આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયએ આજે સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોમ્પિટિશનની જાહેરાત કરી હતી. જેમાં વિવિધ કેટેગરીમાં 66 વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઈન્દોરે નેશનલ સ્મોલ સિટી એવોર્ડ જીત્યો, જ્યારે મધ્ય પ્રદેશે સ્ટેટ એવોર્ડ અને ચંદીગઢને યુટી એવોર્ડ મળ્યો. ISAC 2022 માટે 80 યોગ્ય સ્માર્ટ સિટીમાંથી કુલ 845 નોમિનેશન પ્રાપ્ત થયા હતા. તેમાંથી 66 ફાઇનલિસ્ટને પાંચ એવોર્ડ કેટેગરી હેઠળ ઓળખવામાં આવ્યા છે. જેમાંથી 35 પ્રોજેક્ટ એવોર્ડમાં, છ ઇનોવેશન એવોર્ડમાં, 13 નેશનલ/ઝોનલ સિટી એવોર્ડમાં, પાંચ સ્ટેટ/યુટી એવોર્ડમાં અને સાત પાર્ટનર એવોર્ડ કેટેગરીમાં છે.