ઓક્ટોબર મહિનો લોકો માટે અનેક ખુશખબર લઈને આવ્યો છે. થોડા દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. નરેન્દ્ર મોદીની આ અપીલ મધર ડેરીએ સાંભળી લીધી છે. ડેરીએ એક મોટો નિર્ણય લેતા લૂઝ દૂધના (ટોકનવાળું દૂધ) ભાવમાં રૂ. 4નો ઘટાડો કરી દીધો છે. હાલ દિલ્હીમાં 900 બૂથ પર લોકો આ દૂધ મેળવી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે લોકો લૂઝ (છૂટું દૂધ) ખરીદવા માટે પ્રેરાય તે માટે ડેરી તરફથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દૂધ પ્લાસ્ટિકની થેલીમાં વેચવામાં આવે છે, પરંતુ જો તમે પોતાનું વાસણ લઈને દૂધ ખરીદવા જશો તો આવું દૂધ પ્લાસ્ટિક પેકિંગ કરતા રૂ. ચાર સસ્તું મળશે.