Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને દિવાળીની ભેટ (Diwali 2020) આપી છે. જે પ્રમાણે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ (Festival Advance) તરીકે વગર વ્યાજે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જોકે, ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા માટે આ એડવાન્સ રકમ અધિકારીઓ તેમજ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે. જેના પરિણામે નાના વેપારીઓને વ્યવસાય રોજગારને વેગ મળશે. એટલું જ નહીં, પ્રવર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ