કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શનિવારે મોટો નિર્ણય લેવાયો હતો. બેઠક પછી મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી કે સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આમ બે વર્ષમાં જ સોનિયા ગાંધીની અધ્યક્ષ તરીકે કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. સોનિયા ૧૯૯૮થી ૨૦૧૭ સુધી સતત ૧૯ વર્ષ સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્ચક્ષપદે રહ્યા હતા. સોનિયાની અધ્યક્ષતામાં જ ૨૦૦૪ અને ૨૦૦૯માં કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર બનાવી હતી.
કોંગ્રેસે પહેલાં જાહેરાત કરી કે રાત્રે નવ વાગ્યા સુધી નવા અધ્યક્ષ ચૂંટાઈ જશે પણ CWCમાં મોડી રાત સુધી અસમંજસની સ્થિતિ હતી. અધ્યક્ષનો તાજ કોના શિરે બાંધવો તે નક્કી કરવા ઝોન પ્રમાણે નેતાઓની પાંચ ટીમો બનાવાઈ હતી. સાથે સાથે ૫।ચ ટીમોએ દેશભરના કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા, પ્રદેશ અધ્યક્ષ, સાંસદ અને સચિવોનું મન જાણ્યું હતું. લગભગ તમામ નેતાઓએ રાહુલ ગાંધીને અધ્યક્ષપદે જળવાઈ રહેવાની અપીલ કરી હતી. જોકે રાહુલે નેતાઓની માગ ફગાવી દીધી હતી. પછી બધા જ નેતાઓએ સોનિયા ગાંધીને અધ્યક્ષ પદ સ્વીકારવા વિનંતી કરી હતી. આમ અઢી મહિના પછી દેશની સૌથી જૂની પાર્ટીમાં ચાલેલો અસમંજસનો દોર સમાપ્ત થયો છે.