રાજ્યમાં યોજાનારી વિધાનસભા ની 8 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ અને લોકોના આરોગ્ય સુખાકારી ધ્યાનમાં લઈને ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશોને પગલે રાજ્ય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક માર્ગ દર્શક અગત્યની સૂચનાઓ એસ. ઓ.પી જાહેર કરી છે. જે એસઓપીની સૂચનાઓનું પાલન દરેક ઉમેદવાર અને પક્ષે કરવું પડશે.
જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ /પોલીસ કમિશનરની મંજૂરી મેળવી ફરજિયાત
ગાઈડ લાઈનના નિયમો સાથે સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે.
સભાના આયોજન માટે બંધ જગ્યામાં જગ્યા / સ્થળની ક્ષમતાના ૫૦ % પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદા રહેશે
ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન / સ્થળના વિસ્તાર ( size ) ને ધ્યાને લઇ ૬ ફૂટની દૂરી સાથેનું સામાજિક અંતર જાળવવું
સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખવો
થર્મલ સ્કેનીંગની સગવડતા , હેન્ડ વોશ / સેનેટાઈઝરની સુવિધાની શરતે ૧૦૦ થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજુરી આપી શકાશે
સભા અને મીટીંગના સ્ટેજ ઉપર સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે વ્યકિતગત ખુરશી પર ( સોફા રાખી શકાશે નહી ) ૭ ( સાત ) થી વધુ વ્યકિતઓ સ્ટેજ ઉપર બેસી શકશે નહીં .
જો સ્ટેજ મોટુ હોય તો આગળ –પાછળ હરોળમાં વધુમાં વધુ ૧૪ લોકો ( હરોળ દીઠ ૭ વ્યકિતઓ ) બેસી શકશે
આ પ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ / પોલીસ કમિશ્નરને પૂર્વમંજુરી માટે અરજી કરવાની રહેશે . જેમાં કાર્યક્રમની તારીખ , સમય , સ્થળ તથા તેમાં હાજર રહેનાર વ્યકિતઓની સંભવિત સંખ્યા દર્શાવવાની રહેશે
આવા કાર્યક્રમમાં હાજર રહેનાર વ્યકિતઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે
Door to Door પ્રચારમાં ઉમેદવાર સહિત ૫ વ્યક્તિની મર્યાદા રાખો શકાશે
Road Show / Bike rally - વાહનોના કાફલામાં દર પ ( પાંચ ) વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે
વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ૩૦ મીનીટનો સમયગાળો રાખવાનો રહેશે
જિલ્લા ચૂંટણી અધિકારીએ Rally / સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાના રહેશે
નિયત કરવામાં આવેલ સંખ્યા કરતા લોકો વધે નહિ તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકએ કાળજી લેવાની રહેશે
ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહી ..