અયોધ્યામાં સોમવારના રોજ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઈને સમગ્ર દેશમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ દેશની અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ કાર્યક્રમ આયોજિત કરાશે. કેટલાક સંગઠનો, સંસ્થાઓ અને કંપનીઓએ આ દિવસને ખાસ બનાવવા માટે તૈયારીઓ કરી છે. આ યાદીમાં હવે મલ્ટીપ્લેક્સ કંપની PVR INOX લિમિટેડે પણ મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે, તેઓ 22 જાન્યુઆરીએ દેશભરમાં પોતાના સિનેમા સ્ક્રીન્સ પર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ઐતિહાસિક રામ મંદિરના ઉદ્ધાટનનું લાઈવ સ્ક્રીનિંગ કરશે 100 રૂપિયાની ટિકિટમાં મળશે કોમ્બો