કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અન્ના હજારેએ 30 જાન્યુઆરીથી આમરણ અનશન પર ઉતરવાની જાહેરાત કર્યા બાદ ભાજપના નેતાઓમાં દોડધામ થઈ ગઈ છે.
એક તરફ ખેડૂતો કૃષિ કાયદા પાછા ખેંચાય નહીં ત્યાં સુધી આંદોલન ખતમ કરવાની ના પાડી રહ્યા છે અને બીજી તરફ અન્ના હજારેની જાહેરાત કેન્દ્ર સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.જેના પગલે અન્ના હજારેને મનાવવા માટે મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતાઓ અન્નાના ગામ રાલેગણ સિધ્ધિમાં પહોંચી ગયા છે.
જોકે ભાજપના નેતાઓએ વારંવાર સમજાવ્યા બાદ પણ અન્ના હજારેએ 30 જાન્યુઆરીથી અનશન પર ઉતરવાની વાત પકડી રાખી છે