-
અન્ના યાદ આવે છે? અરે ભાઇ, અન્નનું બહુવચન એટલે એ અન્નાની વાત નથી. વાત છે ગાંધી ટોપી, આમ તો તે મહારાષ્ટ્રીયન પ્રકારની વધારે ગણાય છે તે ટોપીધારી બાબા એટલે અન્ના હજારે. 2011ની સાલમાં દિલ્હીના રામલીલા મેદાનમાં એક જબરૂ મહા નાટક ભજવાયું હતું. અન્ના નહીં ગાંધી હૈ....ના સૂત્રોથી યુપીએની સરકાર કાંપી ઉઠી હતી. માંગ હતી-જન લોકપાલ બિલ. યુપીએ સરકારે માંગણી સ્વીકારી અને સૌ ગયા પોતપોતાના ઘેર. કોણ ક્યાં ગયું? અન્નાના સૌથી વિશ્વાસુ અરવિંદ કેજરીવાલ બન્યા મુખ્યમંત્રી, કિરણ બેદી ભાજપમાં જોડાઇ અને બન્યા પુડીચેરીના લેફ.ગવર્નર. કેજરીવાલના સાથીઓ જોડાયા આપ પાર્ટીમાં. અને હજારે ક્યાં ગયા? રાવળગાંવ સિધ્ધિ નામના પોતાના ગામડે. 4 વર્ષ થયા પછી એકાએક હજારેબાબા ઉંઘમાંથી સફાળા-ઝબકીને જાગ્યા અને નિકળી પડ્યા ફરીથી બીજી ક્રાંતિ માટે...ના, આમ તો ત્રીજી ક્રાતિ ગણાશે. કેમ કે 2011ની બીજી ક્રાંતિ હતી હજારે-કેજરી-કિરણ અને તેમની સાથેના અને તેમની પાછળ રહેલા લોકોના મતે...!!
કોઇએ સરસ કહ્યું છે-થાલી મેં પુલાવ આયા હૈ, દેખો જરા ચુનાવ આયા હૈ? ઉપરાંત કોઇએ એમ પણ લખ્યું છે-સીમા પર તનાવ હૈ, લગતા હૈ કી ચુનાવ હૈ...!! જેમ આ બે લાઇનો ઘણું કહી જાય છે તેમ અન્ના અંગે જેમ ઉપર કહ્યું તે પણ કહી રહી છે કે હજારે વળી પાછા મેદાનમાં ઉતર્યા છે એટલે સમજો કે ચૂંટણીઓ નજીકમાં જ છે. તેઓશ્રી, 23 માર્ચ શહિદ દિનથી દિલ્હીમાં અચોક્કસ મુદતનું ( આમ તો ચોક્કસ મુદતનું જ હોય છે પણ લખાય નહીં) આંદોલન શરૂ કરવાના છે. આમ તો હજારે પાછા એમ પણ કહે છે કે, ના, તેઓ કાંઇ વોટ લેવા નિકળ્યા નથી અને ચૂંટણીઓ સાથે તેમને કાંઇ લાગતું વળગતું નથી. આવી સ્પષ્ટતા ના કરી હોત તો પણ લોકોને તો સમજાય જ છે કે તમે 4 વર્ષ બાદ બહાર નિકળ્યા એટલે ચૂંટણીઓ નહીં આવતી હોય તો પણ આવશે તમારૂ માન રાખવા....!
માંગણી શું કરી આ વખતે? વહી પુરાના તેરા બહાના... દેર સે આના ઔર યે કહના વાદા તો નિભાયા.....! અન્ના કહે છે કે તેમણે વડાપ્રધાન મોદીને 30થી 32 કાગળો લખ્યા પણ હજુ સુધી એકેય નો જવાબ આપ્યો નથી. અન્નાભાઇ, એમાં વાંક પીએમઓનો નહીં હોય. કબૂલ કે તમે તો કાગળો લખ્યા પણ પેલો ટપાલી-ડાકિયા ડાક લાયા...એવી બુમો પાડે તો સંભળાય ને? એટલે તમારા કાગળો ટપાલી એને પીએમઓની વચ્ચે અટવાયેલા હોય એમ જણાય છે. સારૂ, કાગળો લખ્યા. પછી? હજારે બોલ્યા- હજુ જન લોકપાલ નબળું નબળું છે. અને આ વખતે તો ખેડૂતોના પ્રશ્નો પણ છે. વેલ, બરખુરદાર 2011માં ખેડૂતોના પ્રશ્નો નહોતા? કેમ તે વખતે માત્ર જન લોકપાલનો ઝંડો પકડી રાખ્યો હતો? હવે ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂતોને મહિને પાંચ હજારનું પેન્શન યાદ આવ્યું? અન્નાજી, તમે તો ગામડાના છો, ગામડે જ રહો છો. છતાં 2011માં ખેડૂતો યાદ ના આવ્યાં અને હવે જન લોકપાલની સાથે કિસાનો કે મન કી બાત? મામલા સાફ હૈ. જન લોકપાલ નહીં હુઆ તો કિસાનો કી છોટી-મોટી માંગે માન લી જાયેગી ઔર તેરી ભી જય જય ઔર ઉનકી ભી જય જય...યાનિ કી ના તુમ હારે ના વો જીતે.
સુનો...સુનો...ગાંવવાલો....રામલીલા મેદાન મૈ ફીર એક બાર અન્નાજી કી રામલીલા હોને જા રહી હૈ..... બજાવો ડુગડુગ્ગી.....! ઓવર ટુ રામલીલા મેદાન.
અભી અભી ખબર આ રહી હૈ કી આખિર એક મહિને કે અનશન કે બાદ પ્રધાનમંત્રી મોદીને અન્ના કી સભી માંગે માન લી હૈ. સરકાર કી ઓર સે રાજનાથસિંગ અન્ના કો નીંબુ કા જુસ પિલાકર ઉનકે અનશન કો સમાપ્ત કરવાયેંગે. ઔર સરકાર જલ્દ સે જલ્દ જન લોકપાલ બનાને કે લિયે રાજી હો ગઇ હૈ. 2019 કે ચુનાવ કે બાદ સરકાર ઇસકે લિયે સંસદ મૈં બિલ લાયેગી. આઇયે સુનતે હૈ અનશન સમાપ્ત કરને કે બાદ અન્નાજી ક્યા કહે રહે હૈ....
અન્ના સાવ ધીમા અવાજે બોલી રહ્યાં છે પણ સંભળાતું નથી તેથી કંટાળી એક જણ કંઇક કોમેન્ટ કરે છે ત્યારે બીજો કહે છે...અલ્યા ભાઇ, એક મહિનો ઉપવાસ પર બેઠા એટલે ખાધા-પિધા વગર અવાજ બેસે કે ના બેસે યાર, તમે કેવી આડી અવળી વાત કરો છો…?!! સાંભળો તો ખરા કે શું કહે છે...
અન્ના-મુઝે પ્રધાનમંત્રી પર પૂરા ભરોસા હૈ. ઉન્હોને મેરે સભી ખત કે જવાબ દિયે થે મગર ડાકિયા ડાક હી ના લાયા તો ઇસમે મૈં માનતા હૂં કી સરકાર કા કોઇ દોષ નહીં હૈ.સબ સે પહેલે તો હમે યહ ડાક સેવામેં સુધાર કરને કી આવશ્યક્તા હૈ..(સાથે બેઠેલાએ કાનમાં કંઇક કહ્યું અને રાજનાથ તરફ જોઇને બોલ્યા) તો મૈં યહ કહના ચાહ રહા હું કિ સરકાર જન લોકપાલ બિલ લાયેંગી ઔર કિસાનો કી આય પાંચ સાલ મેં દુગુના કરેંગી. ઇસ લિયે મૈં અપને અનશન ખત્મ કરતાં હૂં. ભારત માતા કી જય....!!
આ વખતે તેની સાથે કોણ હશે નવા કેજરી, કોણ હશે નવા કિરણ અને કોની હશે ભીડ. એ માટે તમારા કલ્પનાના ઘોડાને મૂકો છૂટટા... અરે, પેલા બાબા તો રહી ગયા... આ વખતે તેમને કોઇ મહિલાના કપડાં પહેરીને ભાગવું નહીં પડે એટલું સારૂ છે. પણ તેઓ કાંઇ બબડતા હતા- વિદેશ મૈ અબ તક ઇતના સારા કાલા ધન જમા હુવા હે કી સબ કે ખાતે મૈં કમ સે કમ 20 લાખ તો આયેગે હી...!!! ચલો ચલ કર બતાતા હું સરકાર કો.....!!!!!!