ચીનના લ્યુએનમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનની ટુર્નામેન્ટમાં ભારતની અંકિતા રૈના વિમેન્સ સિંગલ્સમાં રનર્સઅપ બની હતી. ગુજરાતની પ્રતિભાશાળી ખેલાડી અંકિતાએ મેજર અપસેટ સર્જતાં ફાઈનલ સુધીની સફર ખેડી હતી, જ્યાં તેને ટોપ સીડ ધરાવતી લીન સામે ૩-૬, ૬-૩, ૪-૬થી પરાજયનો સામનો કરવો પડયો હતો. બિનક્રમાંકિત ખેલાડી તરીકે ટુર્નામેન્ટમાં રમી રહેલી અંકિતા રૈનાએ અગાઉ સેમિ ફાઈનલમાં પાંચમો સીડ ધરાવતી જ્યોર્જીયાની સોફિયા શાપાતાવાને સીધા સેટોમાં ૬-૪, ૬-૧થી પરાજય આપ્યો હતો. અંકિતાએ આ ટુર્નામેન્ટમાં રાઉન્ડ ઓફ ૩૨માં ચીનની વેઈ સામે ૬-૨, ૬-૩થી હરાવી હતી. આ પછી તેણે છઠ્ઠો સીડ ધરાવતી જે. લુને ૬-૨, ૫-૭, ૬-૩થી અને ત્યાર બાદ ક્વાર્ટર ફાઈનલમાં ચીનની જ ત્રીજો સીડ ધરાવતી એફ.લીયુને ૪-૬, ૬-૩, ૬-૨થી હરાવી હતી.