મુખ્યમંત્રી ધામીએ શનિવારે(24 સપ્ટેમ્બર) ટ્વીટ કર્યુ અને કહ્યુ, 'આજે સવારે દીકરી અંકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાથી મારુ હૃદય ખૂબ જ દુઃખી છે. ગુનેગારોને સખતમાં સખત સજા મળે તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક પી. રેણુકા દેવીજીના નેતૃત્વ હેઠળની એક SITને પણ આ ગંભીર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.'