ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ સાથે લગ્ન કરવા સરહદ પાર પાકિસ્તાન ગયેલી અંજૂએ ભારત પ્રત્યે એક વાતનું દુઃખ વ્યક્ત કર્યું છે. અંજૂને તેના વિરુદ્ધ ભારતમાં પ્રકાશિત થઈ રહેલા અહેવાલો ખુંચી રહ્યા છે, જે અંગે અંજૂએ ભારતીય મીડિયાને વિનંતી કરી છે કે, મારા ચરિત્રને ખરાબ રીતે ચિતરવાનો અને મને ગદ્દાર કહેવાનું બંધ કરે.
પાકિસ્તાન સમાચાર ચેનલ જિયો ટીવીના અહેવાલ મુજબ 34 વર્ષીય અંજૂએ ઈસ્લામ અપનાવ્યા બાદ તેનું નામ બદલીને ફાતિમા રાખી લીધું છે અને ખૈબર પખ્તૂનખ્વાના અપર દીર જિલ્લાના રહેવાસી 29 વર્ષીય નસરુલ્લાહ સાથે લગ્ન કરી લીધા છે. અંજૂએ તેના વિરુદ્ધ ભારતીય મીડિયામાં ફેલાવાઈ રહેલા ખોટો પ્રચાર અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.