સંઘના વડા મોહન ભાગવતે કર્ણાટકમાં યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સંબોધન કરતા કહ્યું હતું કે માત્ર ખાવું અને વસતિ વધારવી એ કામ તો પશુઓ પણ કરે છે. માણસે કેટલાક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. નિર્ભળનું રક્ષણ કરવું એ માણસનો ધર્મ છે. છેલ્લાં વર્ષોમાં થયેલા ભારતના સર્વાંગી વિકાસની તેમણે પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે કર્ણાટકમાં શ્રીસત્યસાંઈ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સંબોધન કર્યું હતું. ટૂંક સમયમાં વસતિની બાબતે ચીનને પાછળ રાખીને ભારત દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ થઈ જશે એવો અહેવાલ યુએને રજૂ કર્યો હતો. વસતિના સંદર્ભમાં ઈશારો કરતાં મોહન ભાગવતે તેમના નિવેદનમાં કહ્યું હતુંઃ માત્ર ખાવું અને વસતિ વધારવી - એ કામ તો જાનવરો પણ કરી નાખે છે. શક્તિશાળી જ જીવે છે એ જંગલનો નિયમ છે. પણ શક્તિશાળી જ્યારે બીજાનું રક્ષણ કરે છે ત્યારે એ માણસની નિશાની છે. માણસે ખાવા-પીવા અને વસતિ વધારવા સિવાયના કેટલાક કર્તવ્યો નિભાવવાના હોય છે. નિર્બળનું રક્ષણ કરવું એ માણસનું કર્તવ્ય છે.