અમદાવાદ સ્થિત કૌભાંડી કંપની અનિલ સ્ટાર્ચે કરેલ છેતરપિંડી મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એક્શનમાં આવી છે. સીબીઆઈએ આ મામલે દેશભરમાં 10થી વધુ ઠેકાણા પર દરોડા પાડ્યાં છે.
મહારાષ્ટ્રના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા આપવામાં આવેલા કરોડો રૂપિયાના બેંક લોન કૌભાંડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સીબીઆઈ આ કેસમાં બે અલગ-અલગ એફઆઈઆર નોંધીને 10 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી FIR મુજબ લગભગ 1438.45 કરોડ અને 710.85 કરોડ રૂપિયાની લોન લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી.