અનિલ કપૂર અને હર્ષવર્ધન કપૂર ટૂંક સમયમાં જ ઓનસ્ક્રિન બાપ-દિકરાનો રોલ પ્લે કરતાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યાનુસાર કનન અય્યરના ડિરેક્શનમાં બની રહેલી અભિનવ બિન્દ્રાની બાયોપિકમાં આ બન્ને સ્ક્રિન શૅર કરશે. હર્ષ આ ફિલ્મમાં ઓલિમ્પિક શૂટરના રોલમાં જોવા મળશે અને અનિલ અભિનવના પિતા એ.એસ.બિન્દ્રાનો રોલ કરશે.