-
જાણીતા અંબાણી પરિવારના ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) દ્વારા નાદારી નોંધાવાની જાહેરાતના પગલે કંપનીના શેરમાં આજે ઉઘડતા બજારે સોમવારે 54 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઈ પર તે 5.30 રૂપિયાના સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયો છે. શુક્રવારે તે 11.60 રૂપિયા પર બંધ થયો હતો. બીએસઈ પર શેર 48 ટકાના ઘટાડા સાથે 6 રૂપિયા પર પહોંચી ગયો છે. શુક્રવારે બીએસઈ પર પણ ક્લોઝિંગ 11.60 રૂપિયા પર થયું હતું. દેવું ન ચુકવી શકવાને કારણે આરકોમે શુક્રવારે કહ્યું હતું કે તે દિવાળીયા પ્રક્રિયા શરૂ કરવા માંગે છે. આ કારણે કંપનીના શેરમાં સોમવારે ઝડપી ઘટડો આવ્યો છે.