કેરળના પલક્કડ જિલ્લાના સાઇલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક ગર્ભવતી હાથણીને ફટાકટાથી ભરેલા અનાનાસ ખવડાવાની ઘટના પર કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેરળ સરકાર સાથે આ મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનએ હાથણીના મોતના મામલામાં તપાસના આદેશ આપ્યા છે. તેઓએ દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે. ફટાકડા ખાવાના કારણે હાથણીના મોં અને પેટમાં ઈજા થઈ હતી અને ત્રણ દિવસ બાદ તેનું મોત થઈ ગયું હતું. ઘટનાને લઈ લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.