આચારસંહિતાના કારણે રોકડ તેમજ માલસામાનની હેરફેર ન કરી, વેકેશન પર ચાલ્યા જવાનો નિર્ણય આખરે આંગડિયા એસોસિએશને પડતો મૂક્યો છે. મંગળવારે સુરત ડાયમંડ એસોસિએશન (SDA)ના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં થયેલી સમજાવટ બાદ આંગડિયા એસોસિએશને બુધવારથી જ સુરતથી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં જતાં હીરાના સપ્લાય માટેની તૈયારી દર્શાવી છે. સાથે જ જણાવી દઈએ કે, મુંબઈ એક્સપોર્ટ કે વેચાણ માટે ડિલિવર કરાતાં હીરાનું આંગડિયું સ્વીકારવું કે કેમ તે અંગે આજે અમદાવાદમાં આંગડિયાઓની એક મીટીંગ મળનાર છે.
ઉલ્લેખનીય છે કે, રૂપિયા 2 લાખથી વધુની રકમ કે તેનાથી વધુની કિંમતના માલની હેરફેર કરવા સામે આંગડિયા પેઢીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તેવો ભય આંગડિયા કર્મીઓમાં જોવા મળ્યો હતો. જેને લઈને તા.13મી એપ્રિલે શહેરના આંગડિયા એસોસિએશને તા.23મી એપ્રિલ સુધી વેકેશન પર જવાની જાહેરાત કરી હતી.