આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ સોમુ વીરરાજુએ વચન આપ્યું છે કે જો આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)માં ભાજપ સત્તા પર આવશે તો તે 50 રૂપિયા પ્રતિ ક્વાર્ટર બોટલના ભાવે ‘ગુણવત્તા’ દારૂ વેચશે. હાલમાં ગુણવત્તાયુક્ત દારૂની એક ક્વાર્ટર બોટલ 200 રૂપિયાથી વધુમાં વેચાય છે. મંગળવારે વિજયવાડામાં પાર્ટીની જાહેર સભાને સંબોધતા, વીરરાજુએ લોકોને “નબળી” ગુણવત્તાયુક્ત દારૂને વધુ પડતા ભાવે વેચવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં તમામ નકલી બ્રાન્ડ્સ વધુ પડતી કિંમતે વેચાય છે, જ્યારે લોકપ્રિય બ્રાન્ડ ઉપલબ્ધ નથી.