માર્ક એન્ટનીએ કહ્યું હતું કેઃ એન્ડ બ્રુટ્સ ઈઝ એન ઓનરેલબલ મેન. ધે આર ઓલ ઓનરેબલ મેન. વિલિયમ શેક્સપિયરના એન્ટનીને કટાક્ષમાં અને અવળવાણીમાં બોલતાં આવડતું નતું. તંત્રી નિખિલ વાગળે તાક્યું તીર મારે છે. નિખિલે જે ઉઘાડું હતું તેને ગોપિત કર્યા વિના સીધું બાણ ફેક્યું. નિખિલ અનન્ય અલંકારમાં માને છેઃ એક દંભી એટલે દંભી. નિખિલ વાગળેને ચચ્ચાર વાર વિધાનસભાની વિશેષાધિકાર સમિતે તેડુ મોકલ્યું હતુઃ નિખિલે તિરસ્કારપૂર્વક એની અવગણના કરી. આજની વિધાનસભાઓની કને પોતાનું અગાઉનું તેજ રહ્યું નથી વિધાનસભ્યોની કોઈ ક્રેડિબિલિટી (વિશ્વાસાર્હતા) રહી નથી. મહારાષ્ટ્રના વિધાનસભ્યો એક તબક્કે બખ્તાવર લેન્ટિનને પણ ગૃહમાં ખડા કરવા માગતા હતા. કોઈકે એક તબક્કે બખ્તાવર લેન્ટિનને પણ ગૃહમાં ખડા કરવા માગતા હતા. કોઈકે તેમના (પ્રજાના પ્રતિનિધિઓના, ધેટ ઈઝ) દિમાગમાં અક્કલ રેડીઃ અલ્યા, ભૂંડા લાગશો. જે શાસનમાં દાઉદ ઈબ્રાહીમને ટાઈગર મેમણને મુશ્કેટાટ બાંધીને ગલ્ફમાંથી મુંબઈ આણવાની ત્રેવડ નથી, જે શાસનમાં બોબબ્લાસ્ટના ગુનેગારોની સામે ચાળણીરહિત નક્કર કેસ ઊભો કરવાની સાફ દાનત નથી, જે શાસન મુંબઈને નિચોવી રહેલા બિલ્ડરોને છાવરે છે એ શાસને નીડર તંત્રી વાગળેને કેદની સજા કરીને તેમને બોંબબ્લાસ્ટના રીઢા અપરાધીઓની આર્થર રોડ જેલની કોટડીમાં 24 કલાક ગોંધી રાખ્યા અને પછી બીજે દહાડે તેમને એક અલગ કમરામાં રાખ્યા. શરદ પવાર ઈઝ એન ઓનરેબલ મેન. સો આર રામરાવ આદિક એન્ડ મધુકરાવ ચૌધરી. ધે આર ઓલ ઓનરેબલ મેન. વાગળે સ્ટેટેડ ધ ઓબવિયસ્, કે ભાઈ, શિવસેનાના વિધાનસભ્ય વિઠ્ઠલ ચવ્હાણનું ગુંડાકનેક્શન ઉઘડું હતું. તેથી વિધાનસભાએ કરેલો શોકઠરાવ એક નર્યો દંભ હતો. હી ઢોંગબાજી કશા સાઠી એ શીર્ષક નીચેનો વાગળેનો લેખ પારદર્શક અને છાતી સોંસરો ઊતરી જોય એવો હતો. વિઠ્ઠલ ચવ્હાણની હત્યા થઈ હતી. વાગળેએ પોતાની બ્લન્ટ શૈલીમાં લખ્યું હતું કે વિધાનસભ્યોએ આપેલી અંજલિમાં નિષ્ઠા ન હતી. શંકરાવ જગતપાતના વડપણ તળેની વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થવાની વાગળેએ એટલા માટે ના પડી હતી કે તેઓ (વાગળે) એક સ્વતંત્ર તંત્ર દ્રારા તપાસ માગતા હતા. વિધાનસભ્યો તો વિધાનસભ્યોનાં હિત જ ઈચ્છે ને? વાગળેએ કહ્યું છે, વ્હાય શુડ આઈ ડિપોઝ બિફોર લિજેસ્લેટર્સ અગેન્સ્ટ હુમ આઈ હેડ લેવલ્ડ ચાર્જીસ. વાગળેની ઈશારતમાં ખોટું કે વાંધાજનક શું હતું? અને રાજકારણીઓ શું ગુંડાઓ સાથે કડી નથી ધરાવતા? તેઓ ચુંટણી વખતે ગુંડાઓની મદદ નથી લેતા? નામચીન ગુંડાસરદારો મૃત્યુ પામે ત્યારે કેટલાક વિધાનસભ્યો કે પ્રધાનો તેમની સ્મશાનયાત્રામા નથી જતા? વાગળેની ધરપકડથી અને તેમને મળેલી જેલથી તંત્રીઓ ડરી જશે નહી. સામુકા તેઓ વધુ આક્રમક બનશે. ત્રણ જાગીરો (કારોબારી કે સરકાર, ધારાસભા અને ન્યાયતંત્ર) ચોથીને એટલે પ્રેસને કાયમ દબાડતી આવી છે. જસ્ટીસ વીરાસામી રામસ્વામીના કેસમાં વડેરા ન્યાયાધીશોએ સંમતિના પર્યાય જેવું મીઢૂં મૌન પાળ્યું. કોન્ટેમ્પ્ટની પિસ્તોલ પોતાની સામે તકાયેલી હોવાથી જ્યેષ્ઠ વિવરણકારોએ ખચકાતાં ખચકાતાં વીરાસ્વામી રામસ્વામીની હળવી ટીકા કરી અને તેમને લવિંગ કેરી લાકડીએ માર્યો ( બાય ધ વે, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો એ પંકિતમાં લવિંગ એટલે ખાયે ગોરી કા યારવાળા બીડામાંની ઈલાયચીની સાથેની અમિતાભ બચ્ચનની આઈટમ છે કે પછી લવ અને કુશમાના લવ ઉપરથી બનેલું વિશેષણ છે કે પછી ગુજરાતી શબ્દ સ્નેહાળનો અંગ્રેજી પર્યાય છે તે વિશે દોસ્ત નૌતમલાલ ઠક્કર કલાકો સુધી મલ્લિનાથી કરી શકે છે, પણ અત્યારે તો નિખિલ વાગળે ભણી પાછા ફરીએ). નરસિંહ રાવના એક કરોડ રૂપિયાની વાત હોય કે ધારાસભ્યોનાં જંગી પરક્વિઝિટ્સની વાત હોય, પત્રકારોને ડારે છે. અદાલતો કાયમ કોન્ટેમ્પટનો કાયદાનું એક વિચિત્ર સૂત્ર છે કે ઈન એ કોન્ટેમ્ટ કેસ, ઈવન ટુથ્ર ઈઝ નો ડિસ્ફેન્સ સમકાલીન સામેના એક કોન્ટેમ્ટ છણાવટ કરતી વખતે રામ અને મહેશ જેઠમલાણીએ બૃર્સ નામની ઓથોરિટીનું ચોથું ખોલીને એમાંનું એક સરપ્રદ દ્રષ્ટાંત વાંચી સંભળાવ્યું હતું. ધારો કે એ જજ વોક્સ નેકેડ ધ કોર્ટ ઈન્ટું ધ કોર્ટ અને ધારો કે એક ડઝન પત્રકારોએ એ દ્રશ્ય જોયું. અસીલોએ જોયું પટાવાળાએ જોયું. છતાં પત્રકારો અખબારમાં એમ નહીં લખી શકે કે ન્યાયાધીશ અદાલતમાં નિર્વસ્ત્ર હાલતમાં ચાલ્યા આવ્યા હતા.