ભારતમાં જ્યાં પદયાત્રાઓ દેશની આધ્યાત્મિક સભ્યતાનું એક આંતરિક તત્વ છે, ત્યાં દેશના સૌથી ધનિક પરિવારના એક વંશજે દિવ્યતા સાથે જોડાણ સાધવાની આ ભારતીય પરંપરાને અનુસરીને પદયાત્રા આરંભી છે.
29 વર્ષીય અનંત અંબાણી તેમના પૂર્વજોના વતન અને કર્મભૂમિ જામનગરથી ભારતના સૌથી પવિત્ર નગરો પૈકીની એક દ્વારકા નગરી સુધીની 170 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. 29 માર્ચે આ પદયાત્રા શરૂ કર્યા બાદ તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે, દરરોજ રાત્રે તેઓ લગભગ સાત કલાક ચાલી રહ્યા છે. તેમના 30મા જન્મદિવસના એક દિવસ અગાઉ આઠ એપ્રિલે - ભારતના ધાર્મિક અને આધ્યાત્મિક પરિદૃશ્યમાં મોખરે અંકિત થયેલી નગરી દ્વારકા પહોંચશે.
આ મારગમાં શ્રી અંબાણીને શ્રદ્ધા અને સદ્ભાવનાના અનોખા અનુભવ થયા છે - કેટલાક તેમની સાથે ચાલી રહ્યા છે, તો કેટલાકે તેમને ભગવાન દ્વારકાધીશના ફોટા સાથે આશિષ આપ્યા છે અને કેટલાય લોકો તેમના કાફલામાં ચાલી રહેલા ઘોડાઓ સાથે ફોટો પડાવી રહ્યા છે.
અંબાણીની પદયાત્રા એ હકીકત માટે પણ નોંધપાત્ર રીતે મહત્વની છે કે તેમને કુશિંગ સિન્ડ્રોમ - એક દુર્લભ હોર્મોનલ બીમારી - અને અવગણી ન શકાય તેવી સ્થૂળતા, તેમજ અસ્થમા તથા ફેફસાના ગંભીર બીમારી છે અને આ રોગને કારણે થતી નબળાઈને દૂર કરવા માટે આ કઠિન યાત્રા કરવામાં આવી રહી છે.
આ આધ્યાત્મિક પદયાત્રામાં અનંત દ્વારકા જતા માર્ગમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને દેવી સ્તોત્રનો જાપ કરી રહ્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના નાના પુત્ર એક શ્રદ્ધાળુ સનાતની છે અને આધ્યાત્મિક જુસ્સો પોતાની સૌથી સમીપ રાખે છે. ભારતના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોના તેઓ નિયમિત દર્શન માટે જાય છે અને બદ્રીનાથ, કેદારનાથ, કામાખ્યા, નાથદ્વારા, કાલીઘાટ અને કુંભ મેળા જેવા સ્થળો માટે મુક્ત મને દાનની સરવાણી વહાવે છે.
તેઓ એક જવાબદાર બિઝનેસ પણ સંભાળે છે - તેઓ વિશ્વની સૌથી મોટી રિફાઇનરીનું સંચાલન કરે છે અને દેશના સૌથી મોટા ન્યૂ એનર્જી ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સનું નિર્દેશન કરે છે. અને એ સાથે તેમણે અનેક પ્રાણીઓના સંરક્ષણ માટે વનતારાની સ્થાપના પણ કરી છે, જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી અંબાણી પ્રદર્શિત કરી છે કે તેઓ પવિત્ર આધ્યાત્મિક પરંપરાના પગલે ચાલી શકે છે અને સાથે સાથે બિઝનેસની દુનિયામાં ભવિષ્યનું નિર્માણ પણ કરી શકે છે.