ગુજરાતના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના પદનામિત ગવર્નર આનંદીબહેન પટેલ સોમવારે મધ્યપ્રદેશ જવા રવાના થયાં હતાં. ગાંધીનગરથી તેઓ મોટરમાર્ગે ભોપાલ જવા નિકળ્યાં હતાં. ત્યાં પહોંચી તેઓ સૌપ્રથમ તેઓ ઉજ્જેનના મહાકાલ મંદિરે દર્શન કરશે. 23મી જાન્યુઆરીએ તેઓ મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે શપથ લેશે.