કેનેડામાં બોરસદની પામોલની 28 વર્ષની હિરલ પટેલની કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. જોકે, મૃતક યુવતીનાં પરિવારે સાસરી પક્ષનાં લોકો સામે આક્ષેપ કરતા કહ્યું કે, આ લોકોએ જ યુવતીની હત્યા કરી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક હિરલ પટેલનાં લગ્ન બોરસદના કિંખલોડ ગામનાં યુવક સાથે થયા હતા. મળતી માહિતી પ્રમાણે, કેનેડાની ટોરેન્ટો પોલીસે કરેલા ટ્વિટ પ્રમાણે હિરલ પટેલ 11 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાથી ગાયબ છે. પોલીસે જણાવ્યું હતું કે, હિરલ પટેલ જ્યારે છેલ્લીવાર દેખાઇ હતી ત્યારે તેણે બ્લેક જેકેટ અને ગ્રે પેન્ટ પહેર્યો હતો.