આજે એટલે કે બુધવારે સવારે ટ્રાફિકથી ધમધમતા તારાપુર રોડપર થયેલા ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા છે. પ્રાથમિક વિગતો એવી સામે આવી હતી કે અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. પોલીસે અકસ્માતમાં નવ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિવાર ભાવનગરનો હોવાનું સામે આવ્યું છે. તેમજ પરિવાર ભાવનગરથી સુરત જઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં 18 વર્ષથી મોટી ઉંમરના સાત લોકો અને 18 વર્ષથી નાની ઉંમરના બે લોકો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. સવારે છ વાગ્યાની આસપાસ ઇકો કાર (Eeco car) અને ટ્રકની સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે અડધી ઈકો કાર ટ્રક નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ઇકો કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માત બાદ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.