નવી કેન્દ્રીય કેબિનેટના ૭૧ પ્રધાનોમાંથી ૭૦ પ્રધાનો એટલે કે ૯૯ ટકા પ્રધાના કરોડપતિ છે. તેમની સરેકાશ મિલકત ૧૦૭.૯૪ કરોડ રૂપિયા છે તેમ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
એડીઆર જણાવ્યા અનુસાર સાત પ્રધાનોની મિલકતોનું મૂલ્ય ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે છે. કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન ડો. ચંદ્રશેખર પેમ્માસાની સૌથી ધનિ પ્રધાન છે. તેમણે ૫૭૦૫.૪૭ કરોડ રૂપિયાની મિલકતો જાહેર કરી હતી. તેમની મિલકતોમાં ૫૫૯૮.૬૫ કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને ૧૦૬.૮૨ કરોડ રૂપિયાની સ્થિર મિલકતોનો સમાવેશ થાય છે.
કોમ્યુનિકેશન પ્રધાન અને ઉત્તર પૂર્વ વિસ્તારના વિકાસ પ્રધાન જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ ૪૨૪.૭૫ કરોડ રૂપિયા મિલકતો જાહેર કરી છે. તેમની મિલકતોમાં ૬૨.૫૭ કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને ૩૬૨.૧૭ કરોડ રૂપિયાની સ્થિર મિલકતોનો સમાવેશ થાય છે.
સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશમન મંત્રાલયના રાજ્ય કક્ષાના (સ્વતંત્ર પ્રભાર) રાવ ઇન્દ્રજિત સિંહની કુલ મિલકતો ૧૨૧.૫૪ કરોડ રૂપિયાની છે. જેમાં ૩૯.૩૧ કરોડ રૂપિયાની ચાલુ મિલકતો છે અને ૮૨.૨૩ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો છે.
વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયુશ ગોયલે ૧૧૦.૯૫ કરોડ રૂપિયાની મિલકતો જાહેર કરી છે. જેમાં ૮૯.૮૭ કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને ૨૧.૦૯ કરોડ રૂપિયાની સ્થિર મિલકતો સામેલ છે.
ત્રીજી નરેન્દ્ર મોદી સરકારના ૨૮ પ્રધાનો સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યાં છે. જે પૈકી ૧૯ સામે હત્યાનો પ્રયાસ, મહિલાઓ વિરુદ્ધના અપરાધ,ઉશ્કેરણીજનક ભાષણ સહિતના ગંભીર અપરાધોને લગતા કેસો ચાલી રહ્યાં છે.
શાન્તનુ ઠાકુર અને સુકાન્તા મજમુદાર સામે હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો છે. બાંદી સંજયકુમાર, ઠાકુર, મજમુદાર, સુરેશ ગોપી અને જુઅલ ઓરમ સામે મહિલાઓ વિરુદ્ધના અપરાધોને લગતા કેસો ચાલી રહ્યાં છે.