Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ADR અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા હાલના 3938 ધારાસભ્યો અને 755 સાંસદ સભ્યોના (28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો) સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણમાં મહિલાઓ ઉપરના અત્યાચારના ગુનાઓ ધરાવતા MP અને MLA કેટલા છે?, તે જોવામાં આવ્યું છે. 

    755 MP અને 3938 MLA માંથી 135 MLA અને 16 MP, આમ કુલ 151 ની સામે મહિલા ઉપરના અત્યાચરના ગુનાઓ દાખલ છે. તેમાં બળાત્કાર, અપહરણ, લગ્નમાટે બળજબરી કરવી, શરરિક, માનસિક અત્યાચાર, જાતિય શોષણના હેતુથી સગીરાની ખરીદી તસ્કરી વગેરે પ્રકારના ગુનાઓ દાખલ છે. 
 ગુજરાતના 4 MLA (જેઠાભાઈ ભરવાડ- શહેરા , જનકભાઈ તલાવિયા – લાઠી , જિગ્નેશ મેવાણી – વડગામ અને કિરીટકુમાર પટેલ – પાટણ )ની સામે મહિલાઓ ઉપરના અત્યાચાર અંગેના ગુનાઓ દાખલ થયેલા છે. તેમના 1 બળાત્કારનો ગુનો છે. 
(ગુનાની વિગતો આ સાથે બિડેલ અંગ્રેજી અહેવાલના પાનાં નંબર 7, 60, 62 અને 63 માં દર્શાવી છે.)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ