CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં સોમવારે મળેલી આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની બીજી બેઠકમાં રાજ્યના 50 હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા આઇલેન્ડ-બેટના પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની સંભાવનાઓ અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય પાસે 1600 કિ.મી. લાંબો સમુદ્રકિનારો છે જેમાં લગભગ 144 જેટલા આઇલેન્ડસ-બેટ આવેલા છે. મહત્વનું છે કે આ સંદર્ભમાં ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આઇલેન્ડ ટાપુઓના વિકાસ માટે ગુજરાત સરકારે 2018ના ઓગસ્ટ માસમાં આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના પણ કરેલી છે.
જણાવી દઈએ કે આ ઓથોરિટીના અધ્યક્ષ મુખ્યમંત્રી પોતે હોય છે જયારે નાયબ મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી, વન-પર્યાવરણ મંત્રી સહિત વરિષ્ઠ સચિવો આ ઓથોરિટીના સભ્ય તરીકે સેવાઓ આપે છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની બીજી બેઠકમાં ટાપૂઓ પર પ્રવાસન સહિતના સર્વગ્રાહી વિકાસની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જણાવવામાં આવ્યું કે, જિલ્લા કલેકટરો દ્વારા પિરોટન, કાળુભાર, ગાંધીયાકડો, પાનેરો, રોજી, અજાડ, ભાઇદર, શિયાળ, નોરા, પિરમ, વાલવોડ અને આલિયા બેટ તેમજ કેડીયા બેટ જેવા 13 જેટલા ટાપૂઓની વિકાસની સંભાવનાઓ વાળા ટાપૂ તરીકે ઓળખ કરવામાં આવી છે. આ બધા ટાપૂઓનો ડ્રોન ટેકનોલોજી દ્વારા મરિન પોલીસ અને કોસ્ટગાર્ડની સહાયથી સર્વે પણ હાથ ધરવામાં આવેલો છે.