મહેસાણાના ખેરાલુમાં ટિબલીવાસ પ્રાથમિક શાળાના શિક્ષકે લેશન નહીં લાવનારા વિદ્યાર્થીઓને બંગડી પહેરાવી દીધી હોવાની ઘટના બની હતી. આ ઘટના બાદ હતાશ થયેલા વિદ્યાર્થીઓએ શાળા નહીં જવાની જીદ પકડતા મામલો ગરમાયો હતો. વિદ્યાર્થીઓએ શાળાએ નહીં જવાની જીદ કરતા શિક્ષણતંત્ર દોડતું થયું હતું. દરમિયાન ગઈકાલે બનેલી આ ઘટનાના પગલે વાલીઓનું પ્રતિનિધી મંડળ શાળાની મુલાકાતે દોડી ગયું હતું. આ ઘટનામાં જિલ્લા શિક્ષણકાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળાએ દોડી ગયા હતા અને વાલીઓ પાસેથી માહિતી મેળવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન નોંધી અને અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષકે ક્યાં કારણોસર આવું પગલું લીધું તેની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ કરવા તાલુક પ્રાથમિક અધિકારી શાળાની મુલાકાત લેશે. અધિકારી વાલી અને વિદ્યાર્થીના નિવેદન લઈ કાર્યવાહી કરશે.