કર્ણાટકના ભારતીય વિદ્યાર્થીનુ ખારકીવમાં મિસાઈલ હુમલામાં મોત નીપજ્યુ છે.
મળતી માહિતી અનુસાર ભારતીય વિદ્યાર્થી તેના એપાર્ટમેન્ટથી રેલ્વે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, પરંતુ કમનસીબે મિસાઈલ હુમલામાં તેનું મોત થયું હતું. તે ખારકીવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.
યુક્રેનમાં રશિયન હુમલાથી પરિસ્થિતિ વણસી છે. એવામાં એક હવાઈ હુમલામાં ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનુ મોત નીપજ્યુ છે. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આપી છે. મંગળવારે રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનુ નામ નવીન છે. તે કર્ણાટકનો રહેવાસી હતો.