પેગાસસ જાસૂસી મામલાની સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે બુધવારે આદેશ જારી કરી દીધો છે. જેના હેઠળ સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્ય નિષ્ણાત સમિતિની રચના કરી દીધી છે. આની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આરવી રવિન્દ્રન કરશે. આ સિવાય પૂર્વ આઈપીએસ અધિકારી આલોક જોશી અને ડૉ. સંદીપ ઓબેરોય કમિટીના અન્ય સભ્ય હશે. સુપ્રીમ કોર્ટે કમિટીને આરોપોની સમગ્ર રીતે તપાસ કરવા અને કોર્ટની સમક્ષ રિપોર્ટ રજૂ કરવા માટે આઠ સપ્તાહનો સમય આપ્યો છે.