ગુજરાતમાં વરસાદમાં ભારે અનિયમિતતા જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ ઓછો વરસાદ ધરાવતા અને જરૂરિયાતવાળા વિસ્તારોમાં ખેડૂતોને બે કલાક વધારે વીજળી આપવામાં આવશે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે વિધાનસભામાં આ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે, ત્યાં ખેડૂતોને બે કલાક વધારે વીજળી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડે છે, તો જે વિસ્તારમાં વરસાદ ઓછો છે, ત્યાં ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.