આધાર કાર્ડ બાબતે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જે લોકો આધાર કાર્ડ અપડેટ કરવા માટે મફત સુવિધા મેળવવા માંગે છે. તેઓ 14 માર્ચ સુધી ફ્રીમાં અપડેટ કરી શકશે. UIDAI એ My Aadhar Portal દ્વારા આધાર વિગતોના મફત અપડેટ માટે ફરીથી સમયમર્યાદા લંબાવી છે. UIDAI એ 11 ડિસેમ્બર, 2023 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે. જેના આધારે આ સુવિધાને વધુ 3 મહિના એટલે કે 15 ડિસેમ્બરથી 14 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય પછી, myAadhaar પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ દ્વારા દસ્તાવેજ અપડેટની સુવિધા 14 માર્ચ સુધી મફત રહેશે. નોંધનીય બાબત એ છે કે આ ફ્રી સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ માટે જ ઉપલબ્ધ છે. જો તમે દસ્તાવેજો અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રો પર જાઓ છો, તો તમારે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.