રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યુ કે દુનિયાના 'સારા દેશો'માં વિચારોની ભીડ હોય છે. એક વિચારધારા કે એક વ્યક્તિ કોઈ દેશને બનાવી કે બગાડી નથી શકતી. નાગપુરમાં રાજરત્ન પુરસ્કાર સમિતિ તરફથી આયોજિત પુરસ્કાર સમારંભમાં આ નિવેદન આપી ભાગવતે કહ્યુ કે, 'એક વ્યક્તિ, એક વિચાર, એક સમૂહ, એક વિચારધારા કોઈ દેશને બનાવી કે બગાડી નથી શકતી.'