રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસ રોગનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અંદાજીત 659 કેસ મ્યુકરમાઇકોસીસનાં સામે આવ્યા છે. જેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પણ અલગ વોર્ડ ઉભો કરવા અને અલગ સારવાર કરવા માટેનો પરીપત્ર હોસ્પિટલોને મોકલવામાં આવ્યો હોવાનું રાજકોટ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસીસ રોગનાં આંકડા પર નજર કરીએ તો, હળવદમાં 2 અને જામનગર 1 દર્દીએ આંખની રોશની ગુમાવી છે. જ્યારે અમરેલી માર્કેટીંગ યાર્ડનાં ચેરમેનનું મ્યુકરમાઇકોસીસ રોગ થતા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેમાં તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે રાજકોટ સિવિલમાં 77 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 31 દર્દી રાજકોટ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.
મ્યુકરમાઇકોસીસનાં આંકડા પર નજર કરીએ તો,
રાજકોટમાં - 400 કેસ
મોરબીમાં - 200 કેસ
જામનગરમાં - 35 કેસ
જૂનાગઢમાં - 15 કેસ
હળવદમાં - 6 કેસ
પોરબંદરમાં - 3 કેસ નોંધાયા છે.