સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમાં આજે સવારે 9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળ સુધી અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.6 આંકવામાં આવી હતી.