આજકાલ જુદા જુદા દેશો સહિત ભારતના પણ અનેક રાજ્યોમાંથી ભૂકંપના સમાચાર સામાન્ય બની ગયા છે. ગઈકાલે ઉત્તરકાશીમાં 5 ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના બાદ આજે વહેલી સવારે લગભગ 5 વાગ્યે અને 7 મિનિટે નિકોબાર ટાપુ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા પણ રિએક્ટર સ્કેલ પર 5.0 મપાઈ હતી. લોકો એટલી હદે ભયભીત થઈ ગયા હતા કે વહેલી સવારે પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોની ઊંઘ પણ ખોરવાઇ ગઈ હતી.