ઉત્તરપ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી મસ્જિદ હટાવવાની માગ કરતી અરજી મથુરાની અદાલતે દાખલ કરી લીધી છે. ગયા મહિને મથુરાની સિવિલ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ પર મસ્જિદનું નિર્માણ કરાયું હોવાથી તેને દૂર કરવા માટે રજૂ કરાયેલા દાવાને નકારી કઢાયો હતો. શુક્રવારે જિલ્લા જજ સાધના રાની ઠાકુરની અદાલતે અરજીનો સ્વીકાર કરી તેની સુુનાવણી ૧૮ નવેમ્બર પર રાખી છે. એક જૂથે આ અરજીમાં દાવો કર્યો છે કે, ૧૭મી સદીમાં નિર્માણ કરાયેલી ઇદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થાન ગણાતા કટરા કેશવ દેવ મંદિરની ૧૩ એકરની જગ્યામાં બંધાયેલી છે. અગાઉ સિનિયર સિવિલ જજ છાયા શર્માની કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં શ્રીકૃષ્ણ જન્મ સેવા સંસ્થાન અને શાહી ઇદગાહ મેનેજમેન્ટ કમિટી વચ્ચે થયેલા જમીન અંગેના કરાર પરના ૧૯૬૮ના મથુરાની અદાલતના ચુકાદાને રદ કરવાની માગ કરાઇ હતી. સપ્ટેમ્બર મહિનામાં શ્રીકૃષ્ણ વિરાજમાન વતી સિવિલ કોર્ટમાં પોતાને શ્રીકૃષ્ણ વિરાજમાનના નેક્સ્ટ ફ્રેન્ડ હોવાનો દાવો કરતાં રંજના અગ્નિહોત્રી અને અન્ય ૭ દ્વારા મથુરાની સિવિલ કોર્ટમાં અરજી કરાઇ હતી.