આગામી 19 નવેમ્બરે (રવિવાર) વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદમાં પધારી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ બોડકદેવ ખાતે આવેલી ITC નર્મદા હોટલમાં રોકાણ કરશે. હોટલમાં વર્લ્ડ કપની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. તો બીજી તરફ આજે કોલકાતામાં રમાઈ રહેલી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાંથી વિજેતા બનનારી ટીમ પણ અમદાવાદ પહોંચશે. ત્યારે ફાઈનલ મેચને યાદગાર બનાવવા માટે અમદાવાદમાં એર શો યોજવામાં આવશે. આ એર શો માટે આજે રિહર્સલ યોજાયું હતું.