માનવતાને પણ શરમાવે એવો એક કિસ્સો શહેરના સૈજપુર વિસ્તારમાં બન્યો છે. સૈજપુર વિસ્તારમાં આવેલા મોદી કમ્પાઉન્ડ પાસેના ખુલ્લા પ્લોટ નજીકથી એક યુવક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કચરાના ઢગલા નજીક એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. યુવકે નજીક જઈને જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. અહીંયાના કચરાના ઢગલામાં નવજાત બાળકીને એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત હાલતમાં મરવા માટે ત્યજી દીધેલી હતી. બાળકીને પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ છે.