અમૂલ સહકારી ચળવળે તેની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી રૂ. ૬૧,૦૦૦ કરોડનું જૂથ ટર્નઓવર હાંસલ કરીને કરી છે. આ સિદ્ધિ સાથે જ અમૂલે ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી (FMCG) બ્રાન્ડ તરીકેનું પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. અમૂલ હાલમાં વિશ્વના ૮મા સૌથી મોટાં ડેરી સંગઠન તરીકેનું સ્થાન ધરાવે છે અને આ વર્ષે ૧૨ વર્ષના સંયુક્ત સરેરાશ વૃદ્ધિ દર કરતાં વધુ ઝડપી વૃદ્ધિ દર્શાવી વર્ષ ૨૦૨૧-૨૨ માં તેના જૂથના ટર્નઓવરમાં ગત વર્ષ (૨૦૨૦-૨૧) કરતાં રૂ. ૮૦૦૦ કરોડનો ઉમેરો કર્યો છે. આ વૃદ્ધિ કોરોના મહામારી બાદ આઉટ ઓફ હોમ વપરાશ અને રેસ્ટોરન્ટ્સ, કેટરિંગ, ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેગમેન્ટની માંગમાં થયેલી ઝડપી રિકવરીને આભારી છે.