ભારતભરમાં ગુજરાતની ઓળખ બનેલી અમૂલના એમડી પદેથી આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યુ છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન આર.એસ. સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધું છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટક પદેથી આર. એસ. સોઢીની હકાલપટ્ટી કરાઈ છે અને તેમની જગ્યાએ જયેન મહેતાને જવાબદારી સોંપાઈ છે