આણંદ જિલ્લાની અમુલ ડેરી તરફથી પશુપાલકોને રામનવમી પછીની ભેટ મળી છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટ 800 રૂપિયા હતો. હવેથી પશુપાલકોને દૂધનો નવો ભાવ 820 રૂપિયા મળશે. આ સમાચાર મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આણંદની અમુલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો કરવામાં આવ્યો છે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 800 થી વધારી 820 આપવામાં આવશે. આ નિર્ણયને લીધે અમુલ ડેરી સાથે સંકડાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.