સામાન્ય માણસ એક તરફ પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલના ભાવવધારાથી પરેશાન છે. ત્યારે તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો (Milk Price hike) થયો છે. અમૂલે દૂધની (Amul Milk)કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો છે. દૂધની વધેલી કિંમતો આવતીકાલથી એટલે કે 1 જુલાઇ 2021થી લાગુ થશે.
જાણકારી પ્રમાણે અમૂલ દૂધની નવી કિંમતો ગુજરાત, દેશની રાજધાની નવી દિલ્હી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં લાગુ થશે. કંપનીએ પોતાની બધી બ્રાન્ડ્માં 2 રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ ટી સ્પેશ્યલ, અમૂલ સ્લિમ એન્ડ સ્ટ્રીમમાં બે રૂપિયા પ્રતિ લિટરના હિસાબે ભાવ વધારો થશે. અમૂલ ગોલ્ડ 58 રૂપિયા પ્રતિ લિટરના હિસાબે મળશે.ૉ